
Read Time:48 Second
રાજકોટના યુવકે વીડિયોમાં પીએસઆઈએ ખોટા દારૂના કેસમાં ફસાવી ₹10 લાખ માંગ્યા હોવાનો આક્ષેપ કરી આપઘાત કર્યો રાજકોટના દિપક સુથારે વીડિયો બનાવી વિરમગામના પીએસઆઈ હિતેન્દ્ર પટેલ પર દારૂના કેસમાં ફસાવી પૈસા માંગતા હોવાનો આરોપ લગાવી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. વીડિયોમાં દિપકે કહ્યું, “4 માસ પહેલા પટેલ સાહેબે દારૂના કેસમાં મારી પાસેથી ₹3 લાખ લઈ મને જેલમાં મોકલ્યો હતો. અન્ય દારૂના કેસમાં પણ ખોટી રીતે મને ફસાવી મારી પાસેથી ₹10 લાખ માંગતા હું આપઘાત કરૂ છું.”