
Read Time:51 Second
વડોદરામાં દિવ્ય દરબારમાં બાબા અને યુવક વચ્ચે નામ બતાવવા બાબતે બોલાચાલી થઇ, વીડિયો સામે આવ્યો વડોદરાના સેવાસી ગામે દિવ્ય દરબારમાં સિદ્ધેશ્વરધામના આદર્શ કૃષ્ણ શાસ્ત્રી અને સુથારીકામ કરતા યુવક વચ્ચે નામ બતાવવા બાબતે બોલાચાલી થઈ હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. સુથારીકામ કરતા યુવકે કહ્યું, “મેં મારું અને મારા પિતાનું નામ બતાવવા શાસ્ત્રીને કહ્યું તો તેઓ નામ બતાવી શક્યા ન હતા, શાસ્ત્રી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.” જિયા ફાઉન્ડેશન દ્વારા દિવ્ય દરબારનું આયોજન કરાયું.