નશામુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરતી એસ.ઓ.જી ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર.
પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ બ્રાંચ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ, નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં નાર્કોટીક્સની બદીઓ દુર કરવા સારૂ જરૂરી સૂચનો કરેલ.
જે અન્વયે મદદનીશ પોલીસ કમિશનર શ્રી, એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ નાઓના માર્ગદર્શન આધારે આજરોજ તા:૨૫/૦૪/૨૦૨૩ ના કલાક ૦૯/૦૦ થી ૧૧/૦૦ દરમ્યાન એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર શ્રી યુ. એચ. વસાવા તથા રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો તથા એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના પોલીસ સ્ટાફના માણસો સાથે રાણીપ પોલીસ સ્ટેશન સામે આવેલ રાણીપ અનુપમ (સ્માર્ટ) પ્રાથમિક શાળા ખાતે આચાર્ય શ્રી કે.કે.પટેલ તથા સ્કૂલ સ્ટાફના સહકારથી “ડ્રગ્સ છોડો પરિવાર બચાવો” નશામુક્તિના બેનર્સ સાથે નશામુક્તિ અને જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં રાણીપ વિસ્તારના આશરે ૧૦૦ જેટલા બાળકો-રહિશો-મહિલાઓ હાજર રહેલ જેઓને એન.ડી.પી.એસ. તથા બાળ મજુરીની પ્રવૃત્તિઓમાં બાળકોનો ઉપયોગ ન થાય તે સારું તકેદારી રાખવા બાળકોના વાલીઓને ખાસ સુચનાઓ આપવામાં આવેલ તા.૨૫/૦૪/૨૦૨૩