ગુજરાત યુનિવર્સીટી રૂપેનભાઇ પ્રફુલચંદ્ર છાયા (ઉ.વ.૪૫)(રહે, સુપર સોસાયટી, રામદેવ નગર) એ તા.૧૪/૦૪/૨૦૧૩ ના રોજ ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે સને-૨૦૨૨ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન રૂપેનભાઇની કંપનીમાં કામ કરતા આરોપી (૧) વિશાલ જયકીશનવ્યાસ (ર) મોહમદનવાજ મોહમદઆરીફ મેમન અને (૩) આશીષ ભાસ્કરભાઇ પટેલ એ ભેગામળી કંપનીના ગ્રાહકો પાસેથી વાહન વેચાણ અર્થેના નાણા કુલ રૂપિયા ૧૯,૨૪,૩૦૧/- ગ્રાહકો પાસેથી મેળવી લઇ પોતાના પર્સનલ ખાતાઓમાં મેળવી લઇ, બોગસ મની રીસીપ્ટ, બોગસ ઇન વોઇસ બોગસ ઇન્સ્યોરન્સ પોલીસી, આર.ટી.ઓ. ટેક્સની બોગસ રીસીપ્ટ, બોગસ ડી.ઓ. લેટર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી રૂપેનભાઇની કંપની તથા કંપનીના ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી વી.જે.જાડેજા ચલાવે છે.
Read Time:1 Minute, 18 Second