
Read Time:57 Second
ત્રણ લૂંટેરી દુલ્હન સહિત પાંચ શખ્સની ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ : વચેટીયાની ભૂમિકા અદા કરનાર શખ્સ ભૂગર્ભમાં ઉતરી ગયો
લગ્નવાંચ્છું યુવાન સાથે લગ્નના સાત ફેરા ફરી લૂંટેરી દુલ્હન સહિતની ગેંગ લાખો રૂપિયાનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગઈ હોવાની ફરિયાદ પેથાપુર પોલીસ મથકમાં નોંધાઇ છે. રાજ્ય વ્યાપી ચાલતાં નેટવર્ક મામલે હાલમાં ગાંધીનગર પોલીસે રૂપાલ અને રાંધેજા ગામના ત્રણ યુવાનો સાથે 10 લાખથી વધુની છેતરપિંડી આચરનાર ત્રણ લૂંટેરી દુલ્હન સહિત પાંચ શખ્સની ગેંગ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.