
Read Time:45 Second
સિદ્ધુ મૂસેવાલાની માતાએ 58 વર્ષની ઉંમરે પુત્રને જન્મ આપ્યો, તસ્વીર સામે આવીદિવંગત ગાયક સિદ્ધુ મૂસેવાલાની માતા ચરણ કૌરે 58 વર્ષની ઉંમરે એક બાળકને જન્મ આપ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર નવજાત શિશુ સાથેની એક તસ્વીર શેર કરતા ચરણના પતિ બલકૌર સિંહે લખ્યું, “શુભદીપ (મૂસેવાલા)ને પ્રેમ કરતી લાખો આત્માઓના આશીર્વાદથી ભગવાને શુભના નાના ભાઈને અમારા ખોળામાં મૂકી દીધો છે.” તેમણે ઉમેર્યું, “વાહેગુરુના આશીર્વાદથી, પરિવાર સ્વસ્થ છે.”