
Read Time:57 Second
રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની જગ્યાએ કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ: પૂર્વ ધારાસભ્ય મોઢવાડિયા પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને તાજેતરમાં ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, “રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની જગ્યાએ કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ.” તેમણે વધુમાં કહ્યું, જો કોંગ્રેસને જોડવામાં નહીં આવે તો લોકસભા 2024ની ચૂંટણી પછી પાર્ટી શોધી પણ નહીં મળે. નોંધનીય છે, કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયાના રાજીનામા બાદ પોરબંદર જિલ્લાના તમામ મુખ્ય હોદ્દેદારોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા છે.