
Read Time:48 Second
અમદાવાદ બાદ મહેસાણામાં પણ હિટ એન્ડ રનમાં એકનું મોત,
રાજ્યમાં એક પછી એક હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે, રાજ્યમાં બેફામ બનેલા નબીરાઓ દ્વારા રફતારનો કેર નથી અટકી રહ્યો, ગઇકાલે અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના ઘટની હતી, તે પછી આજે મહેસાણામાં પણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મહેસાણાના ખેરાલુમાં હિટ એન્ડ રનમાં એકનું મોત થયુ છે. શહેરના સાંઈ બાબા મંદિર પાસે અજાણ્યા વાહનની ટક્કરે એકનું મોત થયુ છે, મૃતક યુવાન રંગપુરનો અજીત ઠાકોર હોવાનું આવ્યુ સામે છે
અહેવાલ રાહુલ દેસાઈ