
Read Time:50 Second
કચ્છમાં 8 વર્ષ જૂના કેસમાં 2 એસપી, 3 ડીવાયએસપી અને એક પીએસઆઈ સહિત 19 લોકો સામે નોંધાઈ ફરિયાદ
કચ્છમાં વર્ષ 2015માં પોલીસે અપહરણ અને લૂંટના કેસમાં ક્લોઝર રિપોર્ટ આપી દીધો હોવાથી 2 એસપી, 3 ડીવાયએસપી અને એક પીએસઆઈ સહિત 19 લોકો સામે ભૂજ ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પીડિત પ્રેમ શીરવાણીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. ઈલેક્ટ્રોથર્મ કંપનીના મેનેજર પ્રેમ શીરવાણીનું તેમની જ કંપનીના એમડી શૈલેષ ભંડારી અને તેના ભત્રીજા અનુરાગ ભંડારીએ અપહરણ કર્યું હતું.