
Read Time:50 Second
રાજકોટમાં ટેન્કરના ટાયર નીચે આવી જતા પિતા-પુત્રનું ઘટનાસ્થળે મોત થયું, CCTV ફૂટેજ સામે આવ્યાં રાજકોટના સંતકબીર રોડ પર ટેન્કરના ટાયર નીચે આવી જતા બાઈક સવાર શૈલેષભાઈ પરમાર અને તેમના પુત્ર અજય પરમારનું ઘટનાસ્થળે મોત થયું છે, આ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યાં છે. રસ્તામાં પડેલા ખાડા અને નજીકથી પસાર થતા રાહદારીથી બચવા જતા પિતા-પુત્ર ટેન્કરના ટાયર નીચે આવી જતાં અકસ્માત સર્જાયો છે. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે.
રિપોર્ટર ઇલા મારું રાજકોટ