
Read Time:54 Second
રાજકોટના માણેકવાડા ગામમાં જુગાર રમતા 18 શખ્સ સહીત ₹94.33 લાખનો મુદ્દામાલ ઝડપાયો
રાજકોટના માણેકવાડા ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેન્દ્રસિંહ જાડેજાના ફાર્મહાઉસમાં જુગાર રમતા 18 શખ્સ સહીત ₹94.33 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જ્યારે 2 શખ્સ ફરાર થઇ ગયા છે. મહેન્દ્રસિંહ બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા 12 પેકેટ ગંજીપાના, ₹15 લાખ રોકડ, 23 મોબાઈલ અને ₹77 લાખના 6 વાહનો તેમજ વિદેશી દારૂ-બીયરના ટીન મળી આવ્યા છે.
બ્યુરો રિપોર્ટ ઇલા મારું રાજકોટ