
Read Time:48 Second
વડોદરામાં પોલીસ વાનમાં દારૂ પી રહેલા હેડ કોન્સ્ટેબલ સહિત 3 શખ્સો સામે ગુનો નોંધાયો
વડોદરા શહેરમાં મુજમહુડા હનુમાનજી મંદિર પાસે પોલીસ વાનમાં બેસીને દારૂ પી રહેલા અનર્મ હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા તેમજ તેમની સાથેના માનવ કહાર અને સાકીર મણિયાર સામે ગુનો નોંધાયો છે. દારૂના ગુનામાં પકડાયેલા હેડ કોન્સ્ટેબલ નવદીપસિંહ જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, તેઓ દારૂની મહેફીલ કરી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે ત્રણેયને પકડી લીધા છે.