9 વર્ષની બાળકીને સરકારની કચરા ગાડીએ અકસ્માત કર્યો બાળકીનું ઘટનાસ્થળે જ મોત, ચાલક ફરાર

Views 66

અમદાવાદ 4 કલાક પેહલાઅમદાવાદમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. શહેરના સરસપુર વિસ્તારમાં પરમાનંદની ચાલીમાં નવ વર્ષની બાળકીને મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરા ગાડીએ ટક્કર મારી અકસ્માત કરતાં ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. અકસ્માત બાદ AMC કચરાની ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ટ્રાફિક-પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકો મુજબ બાળકી સાઇકલ લઈને સ્કૂલે જતી હતી ત્યારે કચરાની ગાડીચાલકે ટક્કર મારતાં અકસ્માત થયો હતો. ઇ-ડિવિઝન ટ્રાફિક-પોલીસે આ મામલે ગુનો નોંધી ચાલકની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.કચરાની ગાડીએ બાળકીની સાઇકલને ટક્કર મારી મળતી માહિતી મુજબ, સરસપુર વિસ્તારમાં રહેતી નવ વર્ષની વિદ્યાર્થિની ફાતિમા કૌસર શાહબુદ્દીન શેખ સરસપુરમાં આવેલી ઉર્દૂ શાળા નંબર એકમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી. આજે સવારના સમયે ફાતિમા સાઇકલ લઈને સ્કૂલે જતી હતી. દરમિયાન પરમાનંદની ચાલી પાસે જ્યારે પહોંચી ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની ગાડીએ તેને ટક્કર મારી હતી. એના કારણે ફાતિમા નીચે પટકાઈ હતી અને તેના શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતના પગલે લોકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં અને ગાડીનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

  • Related Posts

    એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો

              એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો ગાંધીનગર: એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા ગાંધીનગર આર.ટી.ઓ. કચેરીમાં ફરજ બજાવતા જી.આઈ.એસ.એફ. ગાર્ડ અશોકભાઈ કચરાભાઈ સોલંકીને રૂપિયા ૧૫૦૦ની લાંચ લેતા…

    અમદાવાદ: એસ.જી. હાઇવે પર કારનો કાચ તોડી બેગની ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો

              અમદાવાદ: એસ.જી. હાઇવે પર કારનો કાચ તોડી બેગની ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો અમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે એસ.જી. હાઇવે નજીક પાર્ક કરેલી એક ફોર વ્હીલર ગાડીનો કાચ તોડી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમદાવાદ: ૮.૭૦ કરોડના એમ્બરગ્રીસ (વ્હેલની ઉલ્ટી) સાથે ૪ શખ્સો ઝડપાયાઝોન-૭ LCB દ્વારા સરખેજ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી

    • By admin
    • November 30, 2025
    • 11 views
    અમદાવાદ: ૮.૭૦ કરોડના એમ્બરગ્રીસ (વ્હેલની ઉલ્ટી) સાથે ૪ શખ્સો ઝડપાયાઝોન-૭ LCB દ્વારા સરખેજ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી

    એક તરફ ACBના જાગૃતિના બોર્ડ, તો બીજી તરફ F ટ્રાફિક પોલીસની ‘દિવાળી ઉઘરાણી’નો વીડિયો વાયરલ

    • By admin
    • October 16, 2025
    • 24 views
    એક તરફ ACBના જાગૃતિના બોર્ડ, તો બીજી તરફ F ટ્રાફિક પોલીસની ‘દિવાળી ઉઘરાણી’નો વીડિયો વાયરલ

    અમદાવાદ DCP ઝોન 1 ની હદ માં આવતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જેપી ની ચાલી ની અંદર ચાલતા દેશી દારૂ ના સ્ટેન્ડ નો વિડીયો વાયરલ

    • By admin
    • October 10, 2025
    • 20 views
    અમદાવાદ DCP ઝોન 1 ની હદ માં આવતા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જેપી ની ચાલી ની અંદર ચાલતા દેશી દારૂ ના સ્ટેન્ડ નો વિડીયો વાયરલ

    અમદાવાદના DCP ઝોન 2 ની સહરાણીય અને ઉમદા કાર્યવાહી

    • By admin
    • October 10, 2025
    • 29 views
    અમદાવાદના DCP ઝોન 2 ની સહરાણીય અને ઉમદા કાર્યવાહી

    ડી.સી.પી. ઝોન-2ની કડક કાર્યવાહી: સપ્ટેમ્બરમાં ગુનાખોરીની કમર તોડી, ₹14.73 લાખનો મુદ્દામાલ કબજે

    • By admin
    • October 10, 2025
    • 16 views
    ડી.સી.પી. ઝોન-2ની કડક કાર્યવાહી: સપ્ટેમ્બરમાં ગુનાખોરીની કમર તોડી, ₹14.73 લાખનો મુદ્દામાલ કબજે

    અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની સફળતા: બિહારના હત્યાના આરોપીને ઝડપી પાડ્યો

    • By admin
    • September 21, 2025
    • 30 views
    અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની સફળતા: બિહારના હત્યાના આરોપીને ઝડપી પાડ્યો