
“વોકલ ફોર લોકલ” પહેલ અંતર્ગત સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુસર આજરોજ સંતોક બા હોલ, પાટણ ખાતે “આકાંક્ષા હાટ ” નામે એક અઠવાડિક પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો છે.
જેમાં સ્થાનિક કારીગરો, ખેડૂતો અને સ્વ-સહાય જૂથો ભાગ લેશે અને પરંપરાગત હસ્તકલા, હાથવણાટ અને કૃષિ ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરશે.”આકાંક્ષા હાટ ” માં સ્વ-સહાય જૂથોના ૧૫ અને ખેતીવાડી વિભાગના ૪ સ્ટોલ આમ કુલ- ૧૯ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં તા. ૨૮ જુલાઈ થી ૨ ઓગસ્ટ સુધી સ્વ ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જેનો સમય સવારના ૧૦:૦૦ થી સાંજના ૭:૦૦ વાગ્યા સુધીનો રહેશે.
“આકાંક્ષા હાટ ” માં વિવિધ રાખડી, પેચવર્ક, ભરતગુંથણ, ડ્રેસ મટીરીયલ, ચણીયા ચોળી, ચાકળા, તોરણ, સાદા તોરણ, લેટર બોક્ષ, થેલા, જુમર જેઇવીઆઈ ભરતકામથી તૈયાર કરેલ આઇટમો, ખાખરા, પાપડ તેમજ ગીફ્ટ આર્ટિકલ્સ, અને મીઠાઈનાં વેચાણ તેમજ ખેતવાડી ઉત્પાદન (બાજરી, મગ, જીરું, ધાણા, મેથી, અજમો) જેવી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના થકી સ્થાનિક કળા કારીગરોનું આર્થિક સશક્તિકરણ થાય. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પાટણ જીલ્લાના તમામ નાગરિકોને ” આકાંક્ષા હાટ ની મુલાકાત લઇ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા વિનંતી કરવામાં આવે છે.સાંતલપુર તાલુકાને એસ્પિરેશનલ બ્લોક તરીકે પસંદ કરેલ છે, જે અન્વયે Vocal for Local પહેલ હેઠળ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુસર ‘ આકાંક્ષા હાટ ” નામે એક અઠવાડિક પ્રદર્શનનું આયોજન કરાયું છે.બોક્સ*સખી મંડળની મદદથી અમદાવાદ, સુરત દિલ્હી જેવા શહેરોમા પ્રદર્શન કર્યું છે, સરકારનો ખૂબ ખૂબ આભાર*”આકાંક્ષા હાટ ” માં સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામના સખી મંડળ દ્વારા પેચ વર્ક નો પ્રદર્શન સ્ટોલ શરુ કરાયો છે.
સ્ટોલના સંચાલિકા શ્રીમતી લીલાબેન મકવાણા એ જણાવ્યું કે અમે અમદાવાદ, સુરત દિલ્હી જેવા શહેરોમાં અમે બનાવેલી વસ્તુઓનું વેચાણ પ્રદર્શન કરેલ છે. ઘરે બેઠાં અમે ત્રીસ જેટલી બહેનો મળીને આ કામ કરીએ છીએ. સરકાર દ્વારા અમને પગભર બનાવવાનો અને અમારી આત્મનિર્ભરતા માટે જે પ્રયાસ કરાયો છે
અહેવાલ :: હિતેષ મકવાણા પાટણ