
અમદાવાદમાં સીજીએસડીના અધિકારી 10 હજારની લાંચ લેતા ઝડપાયા
અમદાવાદ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સીજીએસટી અધિકારી ઘનશ્યામ રામચંદ્ર ધોલપુરિયા રૂપિયા 10 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે,ફરિયાદી તેમની માતાના નામે હાઉસ કિપીંગ એજન્સી ચલાવતા હતા જેમાં વર્ષ 2014થી લઈ વર્ષ 2017 સુધીનો સર્વિસ ટેકસ ભરતા ન હતા જેથી સીજીએસટી વિભાગ દ્રારા માતાનું એકાઉન્ટ ફ્રીઝ કર્યુ હતુ જેમાં એન્કલોઝમેન્ટ નંબર આપવા માંગ્યા હતા રૂપિયા હતા 10 હજાર.માતાના નામે હાઉસ કિંપીગ એજન્સી ચલાવતા હતા જેનો સને.૨૦૧૪ થી ૨૦૧૭ નો સર્વિસ ટેક્સ ન ભરતા C.G.S.T. વિભાગ દ્વારા નોટીસ ઈસ્યુ કરી ફરીયાદીના માતાનું બેક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધેલ, જેથી ફરીયાદી અપીલ માં ગયેલ. જેમા એન્કલોઝમેન્ટ નંબર મળેથી બેંક એકાઉન્ટ અન્ફ્રીઝ અંગેની કાર્યવાહી થાય તેમ હોઈ જેથી ફરીયાદી એન્કલોઝમેન્ટ નંબર મેળવવા આક્ષેપિત ને મળતા આક્ષેપિતે એન્કલોઝમેન્ટ નંબર આપવા ફરીયાદી પાસે રૂ.૧૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી તેઓએ અમદાવાદ શહેર એ.સી.બી પો.સ્ટે.નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનુ છટકુ ગોઠવતા આક્ષેપિત એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી રૂ.૧૦,૦૦૦/- સ્વીકારી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયા હતા.