
Read Time:57 Second
રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયુ,
ગુજરાત સહીત અન્ય રાજ્યોના ક્ષત્રિયો પહોંચ્યારાજકોટમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાયું, જેમાં ગુજરાત સહીત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાંથી ક્ષત્રિયો પહોંચ્યા છે. ક્ષત્રિયોના જણાવ્યા મુજબ, 1,300 બસ અને 4,600 કારમાં ક્ષત્રિયો રાજકોટ આવ્યાં છે, ગુજરાતના રાજવીઓ સહીત રાજ શેખાવત અને મહિપાલસિંહ મકરાણા સંમેલનમાં હાજર છે. પોલીસે 7 ક્ષત્રિય પોલીસ અધિકારીઓને બંદોબસ્તમાં મૂક્યા છે.