
Read Time:53 Second
વડોદરાના ઇસ્કોન મંદિરમાંથી ₹1.50 લાખના સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરનારો શખ્સ મહારાષ્ટ્રથી પકડાયો વડોદરાના ઇસ્કોન મંદિરમાંથી ચાંદીની ગાય, ચાંદીનો બાજોટ, સોનાની ચેન સહીત ₹1.50 લાખના ઘરેણાંની ચોરી કરનારા શખ્સને પોલીસે મહારાષ્ટ્રના નાગપુરથી ઝડપી પાડ્યો છે. વડોદરા પોલીસે સ્થાનિક પોલીસની મદદથી શખ્સને પકડી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને શખ્સને લેવા માટે વડોદરા પોલીસની એક ટીમ નાગપુર જવા માટે રવાના થઇ છે. મંદિરના પૂજારીએ ચોરી અંગે જાણ કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસમાં જોડાયા હતા.