
Read Time:42 Second
રૂપાલાના પોસ્ટર પર શાહી ફેંકાઇ રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના પોસ્ટરને ટાર્ગેટ કરવાની ઘટના બની છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પરના મધ્યસ્થ કાર્યાલય ખાતે લગાવેલ ઉમેદવારના પોસ્ટર પર કાળી શાહી ફેંકવામાં આવી છે. જોકે શાહી ફેંકનારની ઓળખ સામે આવી નથી. વિરોધ વચ્ચે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચાર શરુ કરી દીધો છે જ્યારે 14 તારીખે શહેરના રતનપર ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન મળવા જઇ રહ્યું છે.