
ટ્રકચાલકે ટુ વ્હીલર પર જતી મહિલાનો ભોગ લીધો
સુરત
સુરતમાં ફરી એક વાર ટ્રકચાલકે એક મહિલાનો ભોગ લીધો. આજ સવારે ટ્રકચાલક અને ટુ વ્હીલર પર પસાર થતી મહિલા ઉપર ડમ્પર ફરી વળ્યુ અને મહિલાનું ઘટના સ્થળ પર મોત નિપજ્યુ હતુ. ડમ્પર ચાલક પકડીને પોલીસે તેની સામે ફરિયાદ નોંધાવી છે.સુરત શહેર આજકાલ વિવાદમાં રહે છે. અવનવાર રસ્તાઓ ઉપર અકસ્માતની હાર માળા જોવા મળે છે. બસ આવો એક બનાવ સુરતમાં કતાર ગામ કિરણ હોસ્પિટલની સામે બન્યો હતો. જ્યારે ટ્રકચાલકે ટુ વ્હીલર ઉપર પસાર થઈ ગયુ હતુ. અને ટુ વ્હીલર પર પસાર થતી મહિલાનો ઘટના સ્થળે મોત થયુ હતુ.
અને આજુ બાજુના લોકો રોષે ભરાયા હતા.સુરતની ટ્રાફિક પોલીસની બેદકારીનો આરોપ ત્યાના સ્થાઈ લોકો જણાવી રહ્યા છે. સુરતમાં મોટા વાહનો ઉપર પ્રતિબંધ છે તો પણ સવારના પોરમાં ડમ્પર ચાલક બેફામ સુરતમાં ફરતા હોય છે. અને કેટલાક બેકસુર લોકોનો જીવ લેતા હોય છે. બસ આજ સવારે એમ જ થયુ હતુ. સુરતમાં કતારગામ ખાતે એક મહિલાનું ટુ વ્હીલર પર પસાર થતી હતી અને ડમ્પરે તેને અકસ્માત કર્યો હતો.
અને ટુ વ્હીલર પર જતી મહિલાનું ઘટના સ્થળે મોત થતા. આજુ બાજુના લોકોએ ડ્રાઈવરને પકડીને પોલીસને સોંપી દીધો હતો. અને ત્યાના સ્થાનિક લોકોનું કહેવુ છે કે ટ્રક ડ્રાઈવરે દારૂ પીધેલી હાલતમાં ટ્રક ચલાવી રહ્યો હતો. અને નશામાં તેને ટુ વ્હીલપર જતી મહિલાનો ભોગ લીધો હતો. આ જોતા આજુ બાજુના લોકો જે પોલીસની ગાડીમાં ટ્રકચાલકને પકડીને બેસાડીયો હતો. તે પોલીસની ગાડી લોકોને ઘેરી લીધી હતી. અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.
અહેવાલ રાહુલ દેસાઈ