
સુરતમાં નકલી જન સિવધા કેન્દ્ર ઝડપાયું, છેલ્લા દોઢ વર્ષથી કાર્યરત હતુ
સુરતસુરતમાં નકલી જન સુવિધા કેન્દ્ર પકડવામાં આવ્યું છે. જે છેલ્લા દોઢ વર્ષથી ચાલુ હતુ.
ત્યાથી નકલી આધાર કાર્ડ, વેરા બીલ, અને દસ્તાવેજો જેવી અનેક વસ્તુઓ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે.સુરતમાં વધુ એક નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપવામાં આવ્યું છે. તે છેલ્લા દોઢ વર્ષથી આ કેન્દ્ર ચાલી રહ્યુ હતુ. ત્યા હજારો લોકો પોતાની ડોક્યુમેન્ટ બનાવામાં આવતા હતા. અને તે સુરતમાં જલારામ કોમ્પલેક્ષમાં ભગવતી કન્સલ્ટન્સી ચલાવતો હતો. અને દરેક પ્રકારના સરકારી અને અર્ધ સરકારી કામ કરી આપતો હતો. જેમ કે બિન અનામત, આવકનો દાખલો, સરકારી યોજનાઓ અને ભાડા કરારના સરકારી દસ્તાવેજો કરી આપતો હતો.જ્યારે પોલીસને આ વાતની જાણ થઈ ત્યારે તાત્કાલિક ભગવતી કન્સલ્ટન્સી ઓફિસમાં દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. તે ઓફિસના અંદરથી આધાર કાર્ડ, લાઈસન્સ, વેરા બીલ, દસ્તાવેજો, ભાડા કરારના કેટલાક પુરાવા મળ્યા હતા. આ સાથે 14 પાનાની પીડીએફ ફાઈલ પર મળી આવતા પોલીસે ઓફિસના માલિકને જેનું નામ છે. નિકુંજ દુધાત આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. અને પોલીસે તપાસ કરતા કહ્યુ કે અત્યાર સુધીમાં કેટલા નકલી દસ્તાવેજો બનાવાવમાં આવ્યા છે. તેની પોલીસ તપાસ કરશે.
અહેવાલ રાહુલ દેસાઈ