
Read Time:46 Second
બે નંબરના ધંધા માટે પોલીસને હપ્તા આપવા પડે, ન આપો તો કેસ થાય: કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોર બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે પ્રચાર દરમિયાન થરાદ તાલુકાના એક ગામમાં પોલીસ પર આરોપ લગાવ્યો કે, “બે નંબરનો ધંધો કરવો હોય તો પોલીસને હપ્તા આપવા પડે, જો ન આપો તો કેસ થાય.” તેમણે વધુમાં કહ્યું કે, ભાજપના મળતિયાં અહીંયા લાગુ થતા હશે. તેમણે ઉમેર્યું, પોલીસ કેસ થાય એટલે સમજી લેવાનું કે તે વ્યક્તિએ હપ્તો લેટ આપ્યો હશે.