
વધારે પડતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાના કારણે 20 વર્ષ યુવતીએ આપઘાત કર્યો
સુરત
સુરતમાં ગોપીપુરા વિસ્તારમાં રહેતી 20 વર્ષની યુવતીએ મોબાઈલના લતના કારણે પોતાનું જીવન ટૂંકાવી દીધુ હતુ. મોબાઈલની લત એવી હતી. કે રાત દિવસ ફક્ત મોબાઈલ જ દેખાતો હતો. જ્યારે મંદિરે જાય ત્યારે તેને ચારે બાજુ મોબાઈલ દેખાતો. હતો. અને તે કહેતી હતી કે ગૂગલ કહે છે કે તુ ન ખાવાનું ન ખાતી, ગૂગલ કહે છે કે તુ મરી.
આજ કાલ યુવાનોને મોબાઈલની લત એવી લાગે છે. કે જે જ્યા જોવો ત્યા ફક્ત મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. નાની નાની વાતમાં ગૂગલ કે ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે. જ્યા જોવો ત્યા ઘરમાં ઘરની બહાર કોલેજમાં શાળાઓમાં વગેરે ફક્ત નાની નાની વાતમાં મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. તેને કારણે પોતાના પરિવાર જનો થી દૂર થઈ જાય છે. અને ડિપ્રેશનનો શિકાર બની જાય છે. બસ આવો બનાવ સુરતમાં રહેતી 20 વર્ષની યુવતી વિશાખા રાણા જે ધોરણ 10માં અભ્યાસ કરે છે. તેને મોબાઈલની લત એવી હતી કે જ્યારે જોવો ત્યા મોબાઈલને ઉપયોગ કરતી હતી. તેના કારણે વિશાખાએ પોતાનાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો.,
વિશાખા રાણા પોતાની માતા સાથે કારખાનામાં જોડે કામ કરતી હતી. વિશાખાના પરિવારનું એવુ કહેવુ છે કે તેને મોબાઈલની લત હતી. તે મોબાઈલ દ્વારા ફેસ એક્સરસાઈઝ કરતી હતી. તેથી તેનું ફેસ બદલાઈ ગયુ હતુ. ત્યારે તેને પરિવાર તેને ડોક્ટર પાસે લઈ ગયા હતા. ત્યારે ડોક્ટરે કહ્યુ હતુ કે તેનું ફેસ બરોબર છે. ત્યારે પછી પરિવાર તેને માનસિક રોગના ડોક્ટર જોડે લઈ ગયા હતા. અને માનસિક દવા પણ ચાલતી હતી. પરિવાર કહે છે કે તેને અવનવા ગૂગલ કહે છે તૂ ના ખાઈશ નહી, ગૂગલ કહે છે કે તે મરી જા તેવો આવાજ સંભળાતો હતો. આના કારણે વિશાખાએ પોતાના રૂમમાં જઈને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી નાખી હતી. આ વાતની જાણ થતા પરિવાર તાત્કાલીક દવાખાના લઈ જતા તેને મૃત જાહેર કરી હતી. આ વાતની ખબર પડતા પોલીસ તરતજ ઘટના સ્થળે દોડી આવી આક્સમિક છે કે નહી તેનો ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી હતી.
અહેવાલ રાહુલ દેસાઈ