
Read Time:57 Second
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ‘ભારત જોડો ન્યાયયાત્રા’માં સોનગઢનો કાર્યક્રમ રદ્દ કરી દિલ્હી જવા રવાના થયા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ‘ભારત જોડો ન્યાયયાત્રા’માં તાપીના સોનગઢનો કાર્યક્રમ રદ્દ કરી દિલ્હી જવા રવાના થયા છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું, “11 માર્ચે ‘ભારત જોડો ન્યાયયાત્રા’ એક દિવસનો વિરામ લેશે, જે બાદ 12 માર્ચે નંદુરબારમાં આદિવાસી સંમેલન અને 13 માર્ચે ધૂળેમાં મહિલા સંમેલન યોજાશે.” રાહુલ ગાંધીએ ન્યાયયાત્રા દરમિયાન બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લઇ સરાદર પટેલને યાદ કર્યા છે.