
Read Time:49 Second
નાના વેપારીને ખતમ કરાઈ રહ્યા છે, દરેક સેક્ટરમાં અદાણી જોવા મળે છે: ગોધરાથી ન્યાય યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ શુક્રવારે ગોધરા શહેરના ગાંધી ચોક ખાતે પહોંચી છે. રાહુલે કહ્યું, “અમે જોડવાનું કામ કરીએ છીએ અને ભાજપ નફરત ફેલાવવાનું.” તેમણે વધુમાં કહ્યું, નાના વેપારીને ખતમ કરવામાં આવી રહ્યા છે. દરેક સેક્ટરમાં અદાણી જોવા મળે છે. શુક્રવારે ભારત જોડો ન્યાય યાત્રા દાહોદ અને પંચમહાલ 2 જિલ્લામાં ફરશે.