
Read Time:47 Second
સુરતમાં પત્ની અને દીકરાને ઝેર પીવડાવી હત્યા કર્યા બાદ પતિએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો ડીસીપી પિનાકિન પરમારે કહ્યું કે, “લીંબાયતમાં આવેલા રૂસ્તમ પાર્ક વિસ્તારમાં પ્લોટ નંબર એ-56માં રહેતા 38 વર્ષીય સોમેશ ભિક્ષાપતી જીલાએ પત્ની નિર્મલ અને 7 વર્ષીય દીકરા દેવઋષિને ઝેરી દવા આપી હત્યા કર્યા બાદ તેણે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.” વધુમાં કહ્યું કે, તપાસ દરમિયાન એક ચિઠ્ઠી અને મોબાઈલમાં વીડિયો મળી આવ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.