
Read Time:54 Second
મહેસાણમાં વાળીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 1.5 લાખ રુદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવાયું મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 1.5 લાખથી વધુ રુદ્રાક્ષમાંથી શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું છે. વાળીનાથ ધામનાં સ્વયંસેવક નિકુંજ દેસાઈએ કહ્યું, “આ શિવલિંગ માટે જે જગ્યાએ મહાદેવનાં જ્યોતિલિંગો છે એવા હરિદ્વાર, ઋષિકેશ, નેપાળથી 1.5 લાખથી પણ વધારે સંખ્યામાં રુદ્રાક્ષ લાવવામાં આવ્યા છે. મહોત્સવ પૂર્ણ થયા બાદ આ રુદ્રાક્ષ દર્શનાર્થીઓને દાન તરીકે ભેટમાં આપવામાં આવશે.”