
Read Time:50 Second
જૂનાગઢમાં રિમાન્ડ દરમિયાન આરોપીને માર મારી તેનું મોત નિપજાવનાર પીએસઆઈની ધરપકડ કરાઈ
જૂનાગઢમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સના સંચાલક આરોપી હર્ષિલ જાદવને રિમાન્ડ દરમિયાન મારી મારી તેનું મોત નિપજાવનાર પીએસઆઈ મુકેશ મકવાણાની ધરપકડ કરાઈ છે. અહેવાલ અનુસાર, પીએસઆઈ મુકેશ મકવાણાએ રિમાન્ડ દરમિયાન આરોપી હર્ષિલ પાસે 3 લાખની માંગણી કરી હતી, પરંતુ આરોપીના પરિવારે નાણાં આપવાનો ઈન્કાર કર્યો હતો. આરોપી હર્ષિલનું મોત થતા તેના પરિવાર દ્વારા પીએસઆઈ મુકેશ પર હત્યાના આક્ષેપ કરાયા હતા.